કૃષ્ણ દવે ~ મન ફાવે ત્યાં * Krushna Dave

મન ફાવે ત્યાં વરસી પડીએ મચવી દઈએ ધૂમ,
લખ સરનામું આખા નભની મન ફાવે તે રૂમ !

રૂ જેવો આ દેહ ધર્યો ને રેતીના પડછાયા,
આખું જગ તરબોળ થયું ને તમે જ ના ભીંજાયા ?
બાકી તો ભીંજાઇ ગયાની પથ્થર પાડે બૂમ !
લખ સરનામું….

લૂ પાસેથી એક મજાની વાત અમે પણ જાણી,
માટી સમજ્યા, પથ્થરનાયે મોંમાં આવ્યું પાણી,
જોઇ અચાનક ઊંચી ડાળે વાદળીઓની લૂમ !
લખ સરનામું….

ભૂ બોલે તો ઓળઘોળ આ આખ્ખુંયે ચોમાસું,
મેં બચપણની વાત કરી તેં ખાધું કેમ બગાસું ?
કાગળ, હોડી, ઝરણાં, રેતી કરી દીધાંને ગુમ ?
લખ સરનામું…..

~ કૃષ્ણ દવે

વિશ્વ જળદિને

6 Responses

  1. વાહ ખુબ સરસ અભિનંદન

  2. Kirtichandra Shah says:

    સરસ સરસ

  3. Minal Oza says:

    સરસ રચના.

  4. ઉમેશ ઉપાધ્યાય says:

    ખુબ સરસ રચના 👌👌

  5. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    સરસ ગીતકાવ્ય… ગમ્યું…

  6. શાંત ઝીલના નીરમાં ઝબોળાવાનું મન કરાવી જાય એવું મજાનું ગીત! વાહ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: