નાઝીર દેખૈયા ~હું મારા હાથને * મનહર ઉધાસ

🥀🥀

હું  હાથને  મારા   ફેલાવું  તો  તારી   ખુદાઈ   દૂર   નથી
હું   માંગુ  ને   તું  આપી  દે  એ   વાત  મને  મંજૂર  નથી

આ આંખ ઉઘાડી  હોય  છતાં પામે  જ  નહિ  દર્શન  તારાં
એ  હોય  ન  હોય  બરાબર  છે   બેનૂર  છે  માહનૂર  નથી

જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને
એ પાણી  વિનાના સાગરની નાઝિરને કશીય  જરૂર  નથી

~ નાઝીર દેખૈયા

સ્વરઃ મનહર ઉધાસ

3 thoughts on “નાઝીર દેખૈયા ~હું મારા હાથને * મનહર ઉધાસ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    નાઝીરની શ્રેષ્ઠ ગઝલો.

  2. સદ્ગત શકાય નાઝિર દેખૈયાની દરેક ગઝલ મને ખૂબ ગમે છે. મનહરભાઈ એ ગાઈને એને ખૂબ જાણીતી કરીને એમને માન આપ્યું છે. સ્મૃતિ વંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *