હસમુખ પાઠક ~ કેવું પરોઢ

🥀🥀

કેવું પરોઢ ઊઘડે (શિશુનું બગાસું!)
આ શ્હેરનું; લથડિયાં ભરતા જતા સૌ
(શું રાતપાળી કરતા મજદૂર?) તારા;
ને સૂર્ય લાલ તીરછી નજરે નિહાળે
હોટેલ લાઈટ્સ હજીયે ભભકી રહેલી.
કેવી બપેાર (ઘરડી પણ વાંઝણી સ્ત્રી)
ચીસો વડે સમૂહને સળગાવી દેતી;
ચારે દિશા તરફથી પવનોય શુષ્ક
બેડોળ વ્યંડળ તણા હિહિકાર દેતા.
ને સાંજ (લિપ્સ્ટિક વડે શણગારી ઓષ્ટ)
ચૂમી રહી સડકને, ગલીકૂંચીઓને;
જાઝી મ્યુઝિક પર સૌ મર્ક્યુરી લૅમ્પ્સ
નાચી રહ્યા; ગટરમાં ઠલવાય તેજ.
આ રાત્રિમાં ભમી રહેલ અનાથ સ્વપ્નો
(ભૂલાં પડ્યાં શિશુ) ઘડી, રડી, જંપી જાતાં.

~ હસમુખ પાઠક (12.2.1930 – 3.1.2006)   

@@@

3 thoughts on “હસમુખ પાઠક ~ કેવું પરોઢ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *