હિમાંશુ વ્હોરા ~ હે ખુલ્લી જગાઓ * Himanshu Vhora
🥀🥀
*પ્રતિબદ્ધ*
હે ખુલ્લી જગાઓ,
તમે મને સતાવો નહીં
હું ફેક્ટરી નાખવાનો વિચાર કરું છું.
ઓ હરિયાળા જંગલો,
મને લલચાવો નહીં
મારે તમારા લાકડાનું કામ છે.
હે આકાશના વાદળો,
મને આકર્ષો નહીં.
મારે ધુમાડો છોડવો છે.
હે સુરીલાં વહેણો,
મને મોહિત કરો નહીં
મારે તમને બંધમાં બાંધવા છે.
હે લીલાછમ ડુંગરો,
મને લોભાવો નહીં
મારે તમને વીંધી નાખવા છે.
હે કુદરતના પ્રેમીઓ
મને ચળાવો નહીં
હું પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છું.
~ હિમાંશુ વ્હોરા (10.2.1928 )
કાવ્યસંગ્રહ – ‘ઉચ્ચાર’, ‘સાદ’
વાહ, પ્રગતિ અને વિકાસ ના નામે પર્યાવરણ ને થતું નુકસાન ને પરોક્ષ રીતે ચિંધી બતાવ્યું.
ખુબ સરસ રચના ખુબ ગમી