લતા હિરાણી ~ છાતીમાંથી ઝરી રહ્યા છે

🥀કાગળ વચ્ચે 🥀

*શબ્દો*

છાતીમાંથી ઝરી રહ્યા છે કાગળ વચ્ચે
શબ્દો છાંયો કરી રહ્યા છે કાગળ વચ્ચે. 

ખીણ થઈને ડૂબે ડુંગર એ જ સમાએ
જીવન લઈ ફરફરી રહ્યા છે કાગળ વચ્ચે.

સૂરજ જેવા, ઝળહળ ઝળહળ સવાર થઈને
આંખોમાંથી સરી રહ્યા છે કાગળ વચ્ચે.

સાચુકલી આ ભાત પડી હૈયે શબ્દોની
સાતે ભવ સંચરી રહ્યા છે કાગળ વચ્ચે

ફળિયે મારા ‘તમે’ નામનો છોડ ઉગે ને
‘અમે’ શબદ વિસ્તરી રહ્યા છે કાગળ વચ્ચે 

આકળવિકળ આંગળીઓ, ઓધાન રહ્યાં ‘તા 
કવિતાજી અવતરી રહ્યા છે કાગળ વચ્ચે.

~ લતા હિરાણી 

નીચે મારી વાર્તા વાંચી શકો છો. આભાર

28 thoughts on “લતા હિરાણી ~ છાતીમાંથી ઝરી રહ્યા છે”

  1. ઉમેશ જોષી

    વાહ્હ્હ… સકળ શે’ર હ્રદયગમ્ય છે.

  2. Kirtichandra Shah

    કવિતાજી અવતરી રહ્આ છે કાઞળ ઊપર …. આપની રચના ગમી

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ

    આખી ગઝલ ખૂબ ગમી. સાંગોપાંગ પાર ઉતરી… બધાં શેર પણ બબ્બર શેર પણ છેલ્લા બે શેર તો ખૂબ ઉત્તમ… ! કાગળ વચ્ચે શબ્દોની રમત ખૂબ ગમી..!
    અભિનંદન કવિયત્રી શ્રી લતાબેનને…!

  4. ગોપાલી બુચ

    સૂરજ જેવા ઝળહળ …
    વાહ લતાબહેન , ખૂબ સરસ ગઝલ .

  5. ભાર્ગવી પંડ્યા

    અમે શબદ વિસ્તરી રહ્યા… વાહ લતાબહેન

  6. વાહ વાહ બેના! સાતે ભવ સંચરી રહ્યા 👌👌
    ખૂબ સુંદર રચના 👏👏👏

  7. Harish Khatri

    “આકળવિકળ આંગળીઓ…..”
    મસ્ત શે’ર છે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *