વ્રજલાલ દવે ~ અમસ્તા અમસ્તા

🥀🥀

અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
સમંદરની માયા ગગનને રસે છે !

ઢળેલી ક્ષિતિજોની પાંપણ ભીની છે,
ઝૂક્યાં ઓ જલોની શી પાંખો શ્વસે છે !

અમોને શું પૂછો ધરા વીજ રહેશે ?
ધરાનાં જ ધાવણ ઘનોની નસે છે !

હવાની લીલાને તો પર્ણો હીંચોળે,
પુરાણાં થડોમાંય ઝાંયો વસે છે.

ધગેલા કિરણને તો છાંયો મળી ગ્યો,
વહેતી ભીનાશોની કાયા હસે છે.

સીધા નિર્ઝરોમાંય છલતી જવાની,
જાણું : નદીનાં જલો ક્યાં ધસે છે ?

મળી ગઈ છે મોસમ ગગન રોપી લેશું;
લપાયલ નિસાસા ભલે-ને ધસે છે !

અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;
અમારાંય હૈયાં ગગનને રસે છે !

~ વ્રજલાલ દવે (26.1.1923 – 18.7.1994)

3 thoughts on “વ્રજલાલ દવે ~ અમસ્તા અમસ્તા”

  1. SARYU PARIKH

    સરસ. જળને તરસ્યું લાગે અને “મળી ગઈ છે મોસમ ગગન રોપી લેશું;
    લપાયલ નિસાસા ભલે-ને ધસે છે !” વિશેષ ગમી.
    સરયૂ પરીખ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *