‘વિશ્વા’ સર્જક બહેનોને આવકારે છે

મિત્રો,

સુપ્રભાત.

‘વિશ્વા’ ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર બહેનો દ્વારા પ્રકાશિત થતું સાહિત્યિક સામયિક.
સૌ સર્જક બહેનો અને વિદ્યાર્થિનીઓને ‘વિશ્વા’માં પોતાની ઉત્તમ અને અપ્રકાશિત કૃતિઓ મોકલવા આમંત્રણ છે.

@@@

  • નવું એટલે કે ડિસેમ્બર 2024નું ‘વિશ્વા’ સામયિક આવી ગયું છે. આપની નકલ ઝડપથી મેળવી લેશો.
  • આપ આ અંકમાં સર્જક છો તો આપને અંક મળી ગયો હશે કે મળવામાં હશે.
  • આપે લવાજમ રીન્યુ કરાવી લીધું છે ? તો અંક મળી ગયો હશે કે મળવામાં હશે.
  • આપે લવાજમ રીન્યુ નથી કર્યું ? તો જલદી કરાવી લેવા વિનંતી.

‘વિશ્વા’ સામયિક એ પ્રિય ધીરુબહેન પટેલની પ્રેરણાથી શરૂ થયેલું ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ પ્રકાશિત માત્ર સર્જક બહેનો દ્વારા તૈયાર થતું સામયિક છે. આપને વાંચવું ગમશે.

મિત્રો આ અંકના સર્જક બહેનોના નામો (અનુક્રમ) ફોટો જોડેલ છે. આપને ગમશે.. ખાસ : ‘વિશ્વા’માં વિદ્યાર્થિનીઓનો વિભાગ થયો છે. આપની જાણમાં સારું લખતી વિદ્યાર્થી બહેનોને અમારો સંપર્ક કરવા કહેવા વિનંતી.

આભાર.

લતા હિરાણી અને ગિરિમા ઘારેખાન

સંપાદક : વિશ્વા  

5 thoughts on “‘વિશ્વા’ સર્જક બહેનોને આવકારે છે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *