મહેન્દ્ર જોશી ~ ‘ખીંટીઓ’ (કાવ્યસંગ્રહ) * Mahendra Joshi




🥀 🥀
‘કાવ્યવિશ્વ’માં આવકાર છે, ‘ખીંટીઓ’ જેવા સૂચક શીર્ષક સાથે આવતા શ્રી મહેન્દ્ર જોશીના કાવ્યસંગ્રહનો.
જન્મથી માંડીને મૃત્યુ સુધી મનની ખીંટીઓ પર કેટકેટલું વળગ્યે રાખે છે. કૈંક છૂટું પડે છે તો એથીય વધુ નવું વળગે છે. આ વળગણ છે સ્મૃતિઓના.
પોતાની આસપાસ બનતા બનાવો, દૃશ્યો અહીં જીવંત થયા છે. પિંજર, ઘર, પથારી, રાખ, ઘડો, ખડક, પેન્સિલો, કાગળ, ફોતરાં, કન્સ્ટ્રક્શન સાઇટ જેવી ભૌતિક ચીજો એક જુદું ભાવવિશ્વ લઈને પ્રગટે છે. સંબંધોના તળ-સળ-સપાટીઓ અને લાગણીઓની ભરતી-ઓટને અહીં કવિએ તપાસી છે. જુઓ પડોશણો, રામસિંહ, દીકરીને જેવાં અનેક કાવ્યો…. સાત વિભાગોમાં વહેંચાયેલા આ અછાંદસ કાવ્યસંગ્રહના કાવ્યશીર્ષકો કવિતા તરફ ખેંચતી એક આકર્ષક અને નિરાળી કેડી બની જાય છે.
‘ખીંટીઓ’ શબ્દ તરત ભીંતને તાદૃશ કરે પણ અહીં વાત જુદી છે. ખીંટીઓ અહીં અવકાશમાં તરે છે અને ભાવકને પણ એક ભીનો ભીનો તરલ અનુભવ આપે છે. સ્થળોના સંવેદનો, વાતચીતનું વિશ્વ કે વેળા વેળાએ ઉભરાતી રહેતી સ્મૃતિઓ ભાવકને તરબોળ કરે છે. કવિના અનુભવો અને અનુભૂતિનું ગહનઘન જગત કાવ્યત્વના સ્પર્શથી ભર્યું ભર્યું છે.
‘ખીંટીઓ’ * મહેન્દ્ર જોશી * ઝેન ઓપસ 2024
ખીંટીઓ કાવ્યસંગ્રહ સાંપ્રતના અનેક કાવ્યસંગ્રહો કરતા અલગ અને નોંધપાત્ર છે. આ કાવ્યોમાં ઝબકતી જીવનની વાસ્તવિકતાનું દર્શન મોટાભાગના કાવ્યાંતે ભાવકને થયા વગા રહેશે નહીં.એ આ કાવ્યોની ખૂબી છે.ઉપલબ્ધિ છે.સામાજિક કૌટુંબિક સંબંધો કે વસ્તુ સ્થિતિ ઉપરનો કવિં મહેન્દ્ર જોશીનો દૃષ્ટિકોણ અને સંવેદના સુજ્ઞ ભાવક ઝીલી શકે એટલી સાહજિક રીતે અહીં એક એક કાવ્યમાં તાદૃશ્ય થાય છે.કવિને ખૂબ ખૂબ અભિનંદન
અછાંદસ કાવ્યો હવે ધીરે ધીરે પ્રકાશમાં આવી રહ્યા છે. આ પુસ્તક માટે કવિ શ્રી ને અભિનંદન.
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી અભિનંદન
આ સંગ્રહની મોટા ભાગની રચનાઓ સંવેદનશીલ ભાવકને ભીતર લગી ભીંજવ્યા વગર રહે નહીં.
મેં એમાંની ડઝનેક કવિતાઓના ભાષાંતર હિન્દીમાં કર્યાં છે.
સરળ ભાષાશૈલી થકી માત્ર અભિધાના સ્તરે વિહરવાને સ્થાને વ્યંજનાત્મક રીતે કવિતાના ઊંડાણને તાગે છે એ આ અછાંદસ કવિતાઓની વિશેષતા છે.
વાહ, 👌👌👌
ખૂબ સરસ અને અર્થ પૂર્ણ રચનાઓ…!
કવિને ઝાઝેરા અભિનંદન…શુભકામનાઓ
લતાબેનનો આભાર…કચરાના જંગલમાં પુષ્પ સમી રચનાઓનો પરિચય કરાવી તેનો પમરાટ ફેલાવવા બદલ…