
🥀 🥀
જળના વિચાર આજ ગમતા નથી
કે નથી ગમતી કોઈ વાદળની વાતો
રેતીની, તરસ્યુંની ઝાળઝાળ વાતોના
શબ્દો પર છાંટા બે છાંટો
ઝાંઝવા ને રણ વચ્ચે કયા ભવની પ્રીત્યું
કે એકમેક સાથે બેઉ જીવે
ચિરાતા હોઠની સૂકી ખારાશ પછી
ઝગમગતા મૃગજળથી સીવે
ફૂલોના, ખુશબોના, વૃક્ષોનાં નામે અહીં
થોરિયાનો છમ્મલીલો કાંટો
નદીયુંના જળ તો ગ્યાં બીજી પા
વળ્યો અહીં તળિયાની વેળુનો ફાંટો
દરિયા ને રેતીમાં ફર્ક ફક્ત એક,
એક ભીની તરસ છે એક સૂકી
નાવના કપાળે તો હલ્લેસાં શ્વાસોનાં
દરિયા કે રણમાં હો મૂકી
તૂટશે તો રેતથી કે ખારા પાણીથી
થશે છલકાતી તળિયાની ફાટો
લોહીના, સપનાંના, આશના ખજાનાને
બળબળતા પવનોમાં દાટો.
~ સોનલ પરીખ
પોતાના શબ્દો પર ઝાળઝાળ વાતોના છાંટા ઇચ્છનારી નાયિકાની પોતાના ચિરાતા હોઠને ઝગમગતા મૃગજળથી સીવવાની વાત ગમી ગઈ, સ્પર્શી ગઈ. કવિતામાં શબ્દોની આ ધૂપછાંવ બહુ મજાની છે, કાવ્યત્વનો રણકાર આપે છે.
બસ આખા કાવ્યની ભાષા સાથે ‘ગ્યા બીજી પા’ પ્રયોગની સાથે અમે જઈ શક્યા નહીં !
🥀 🥀
સોનલ પરીખની રચનાઓ જુદી જુદી રીતે આસ્વાદ્ય છે. ધન્યવાદ.
વાહ, નવી જ ભાત પાડતી રચનાઓ છે. આનંદ, અભિનંદન કવિયત્રી ને.
સોનલબહેન ,
કાવ્યો તો ત્રણેય ગમ્યા પણ આ થોડું વિશેષ.
જીવનની કેટલીયે ગલીઓમાંથી આરપાર નીકળ્યા પછી એક અનુભૂતિએ આપેલું કાઠું જ જીવન સાથે આવી ગુફ્તગુ કરી શકે.ખૂબ ગમ્યું.
અભિનંદન.કુશળ હશો.
જીવને આપેલી સમજનો જય હો.
વૃક્ષો ને નામે અહીં ઉગ્યા થોરીઆ…
નથી મારવા સ્વીકાર કે અસ્વીકાર ના થપ્પા ….
ધરખમ છે
સોનલબેનનુ પ્રથમ કાવ્ય તો ખૂબ ઉત્તમ બીજી રચનાઓ પણ અદભુત.. ગીત કાવ્યોમાં લય પણ ખૂબ સરસ અને શબ્દોનું ચયન પણ ખૂબ ગમ્યું… લતાબેનનુ કાવ્યો પરનું વિશ્લેષણ ખૂબ ગમ્યું… આભાર…
આભાર સુરેશભાઈ
આભાર લતા બહેન, આભાર મિત્રો
આનંદ આનંદ સોનલબહેન
વાહ, સરસ રચનાઓ 👌👌👌
સોનલ પરીખનાં કાવ્યો ખૂબ સરસ..