યામિની વ્યાસ ~ ચગાવશો તો

🥀 🥀
*કોઈ કિન્ના તો બાંધો*
ચગાવશો તો ચગીયે જાશું આજ ગમતા ચોઘડિયે
કોઈ કિન્ના તો બાંધો અમારી ત્રીજી રે આંગળીએ
સોળ વરસથી ઊડી ઊડીને અડી ગયા જ્યાં સત્તર
થયું એમ કે આભે પહોંચી છાંટી દઈએ અત્તર
આભે શોધતાં રહી જાશો ને ધરતી પરથી જડીએ
ચગાવશો તો…
પતંગ જોઈને પાંખ ફૂટી છે એમ તમે ના માનો
‘કાયપો’ જેવી બૂમ પાડીને પેચ લડાવો શાનો?
અંધારે તુક્કલની મધ્યે નિજ તેજે ઝળહળીએ
ચગાવશો તો …
એમ હાથમાં ના આવે આ કાચ પાએલો દોર
રાહ જોશો તો શબરીનુંય થઈ જાશું રે બોર
રામ બનીને આવો તો પગ પાસે જઈ પડીએ
ચગાવશો તો…
~ યામિની વ્યાસ
વાત પતંગની છે ? હા, પણ મનપતંગ ! વાત ઊડવાની છે ? હા, પણ હૈયાના આકાશમાં.
વાત એક પતંગ જેવી છોકરીની જે સોળ સોળ વરસના અત્તરની મહેકથી મઘમઘે છે. જે ‘કાયપો’ બૂમથી કપાઈ જાય એમ નથી. નિજના તેજે ઝળહળતી આ સ્વમાની છોકરી છે ! જેનામાં થનગનાટ છે તો થોભી જવાની સમજણ પણ છે…..
વાહ યામિની વ્યાસ !
વાહ… કોઈ કિન્ના તો બાંધો….
ખૂબ જ સરસ પતંગના અનુસંધાનમાં અભિવ્યક્તિ ્
વાહ ખુબ સરસ
Manoramya Geet
સરસ 👌👌