દિનવિશેષ : સુંદરમ ~ ઝાંઝર અલકમલકથી આવ્યું રે

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એને ઘૂઘરે ઘમકે તારલિયા,
એને પડખે ચમકે ચાંદલિયા;
એને મોઢે તે બેઠા મોરલિયા

રાજાએ માગ્યું ઝાંઝરણું,
રાણીએ માગ્યું ઝાંઝરણું;
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું

ઝાંઝર પ્હેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી;
એને ઠમકારે લોકની આંખ ઝાલી

~ સુંદરમ

(22.3.1908  – 13.1.1991)


કવિ :`સુંદરમ * સ્વર : સરોજ ગુંદાણી * સ્વરકાર : રસિકલાલ ભોજક

2 Responses

  1. વાહ, સરળ શબ્દોમાં મજાનું ગીત ્

  2. સરસ મજાનુગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: