

🥀🥀
“મહાભારત એ સાહિત્યનું એવું સર્જન છે કે જે સમગ્ર વિશ્વની વિરાસત છે. જગતની પાંચ મહાનતમ કૃતિઓમાં તેનો સમાવેશ થાય છે…… અત્યંત મહત્વપૂર્ણ આ મહાકાવ્ય જે પોતે જ સમસ્ત જગતની યથાર્થ, સૂક્ષ્મ પ્રતિકૃતિરૂપ છે, તેને મૃણાલિની સારાભાઈએ ઊંડી સંવેદના અને લાલિત્યપૂર્ણ લાઘવ સાથે કાવ્યરૂપ આપ્યું છે. એક લાખ શ્લોકોનો અર્ક આ નાનકડી પુસ્તિકામાં તારવી બતાવ્યો છે.”
શ્રી હરીશભાઈ ખત્રી સારા વિવેચક અને અનુવાદક છે. વર્ષો પહેલાં એમણે મૃણાલિનીબહેન સારાભાઈની એક અંગ્રેજી વાર્તાનો અનુવાદ કરેલો. પ્રકાશિત કરવા સંમતિ લેવા એમણે અમ્માને મોકલ્યો. આનંદ સહ પ્રતિભાવ મળ્યો અને (વાર્તા ‘ખાલીપો’ કુમારમાં છપાઈ) એ પછી અમ્મા તરફથી એમને આ કૃતિ અનુવાદ માટે મળી. મુખ્યત્વે ગદ્યલેખક એવા હરીશભાઈએ આ અંગ્રેજી અછાંદસ કાવ્યનો અનુવાદ આરંભ્યો. આ અનુવાદની હસ્તપ્રત પણ અમ્માને પસંદ પડી અને આખરે આ નાનકડું પુસ્તક પ્રકાશિત થયું.
શ્રી હરીશભાઈએ ‘કાવ્યવિશ્વ’ માટે અગાઉ નોબલ પારિતોષિક વિજેતા કવયિત્રી Louise Gluck વિશે અને એમના કાવ્યસંગ્રહ ‘The Wild Iris’માંથી એક કાવ્ય ‘હિમશિકર’ કવિતાનો અનુવાદ આપ્યો છે.
Louise Gluck ને વર્ષ 2020નું નોબેલ પ્રાઇઝ – હરીશ ખત્રી
K. V. Venkataramana ~ The Boatman આ અનુવાદ પણ .
બ્લ્યુ અક્ષરો પર ક્લિક કરવાથી આ બંને પોસ્ટ આપ જોઈ શકશો.
‘કાવ્યવિશ્વ’માં ‘મહાભારત’ પુસ્તકનું સ્વાગત છે.
‘મહાભારત’ * પુન:કથન મૃણાલિની સારાભાઈ * અનુવાદ હરીશ ખત્રી * ઝેન ઓપસ 2024

આપણી વિરાસત કોઈ પણ રીતે સચવાય એ જરૂરી છે.
દરેક કાળ માં મહાભારત હજુ જીવંત છે.
👍💐
🪷 રેખાબા સરવૈયા
આપણી ધરોહર સમાન ‘મહાભારત’ કાવ્યની સવિગત નોંધ લેવા માટે આપનો અત્યંત આભારી છું.
સહિયારો આનંદ હરીશભાઈ