લતા હિરાણી ~ ચમક ચાંદ પર જાવાની (બાળગીત) * Lata Hirani
મિત્રો આ નવેમ્બરમાં એક સરસ તક મળી. દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી લખનૌમાં આયોજિત ‘बालसाहिती’ કાર્યક્રમમાં (15.11.2024) બાળગીત રજૂ કરવાની તક મળી. ભારતની વિવિધ ભાષાના બાળકવિઓના ગીતો સાંભળવાની અને મળવાની તક પણ મળી. એને કારણે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવાનો પણ લ્હાવો લઈ લીધો.
🥀🥀
એક વાર્તાગીત – લતા હિરાણી
વાતો ચારેકોર ચાલતી
ચમક ચાંદ પર જાવાની
પાછા વળતાં કેટલાય તારા
એની સાથે લાવવાની !
મોર કળા કરતો ગાયે છે
કોયલ કૂહુ કુહુ ટહુકે છે
ચમક-ચાંદની વાતો લઈને
ગામ તો આખ્ખું ડોલે છે.
એવામાં એક મછલી કૂદી
પાણીમાં થઈ ગઈ ગુદગુદી
પટ પટ પટ પટ કરતાં બોલી
“ચમક અરે, તું પાગલ છોરી !
ચાંદા પર જાવું છે તારે ?
ફિશિયારી તું આવી મારે ?
ટીપુંય પાણીનું નથી જ્યાં
લોટો લઈને જાવાની ત્યાં?”
આંખો પટપટ કરતાં ચમ્મક
બોલી, “બેની ચિંતા કર મા
મારી પહેલાં આખું ટેન્કર
મોકલિયું છે ચાંદા ઉપર
અને સમોસા ભજીયાંના પણ
ઢગલા ત્યાં તો થાવાના
ચાંદ ચાંદની સાથે આપણી
પાર્ટી, જલસા કરવાના
ચિંતા છોડો દીદી, તમને
નોતરિયા હું દેવાની
ચાંદ અને તારાની સાથે
મોજ મજા ભૈ કરવાની.”
(મછલી) બળી બળીને બેઠી થઈ
અદેખાઈથી કાળી થઈ
ચમક હજી તો મીંડું છે
ને મોટું એનું છીંડું છે
મછલીબાઈ પણ બહુ ચાલાક
હળવેથી એ દેતી હાક
ચમકુડીને આજ બતાવું
સપનાં એના જો અટકાવું
“ઠીક છે ત્યાં વીકેંડ મનાવો
અને ચાંદને ફ્રેન્ડ બનાવો
ચાંદ ભલેને લાગે ક્યૂટ
કરશો ત્યાં ઠંડીને મ્યુટ ?
ચાંદો સુંદર લાગે છે પણ
ખડકો, પથરા એનું ઘર
જઈને તું પસ્તાવાની જો
મારી વાત ન માની છે તો”
ચમક જોરથી હસતાં બોલી
“દીદી તું શું આવી ભોળી !
ઠંડી મારી બેસ્ટ ફ્રેન્ડ છે
પથરાની તો આદત છે.”
“ઓકે મારી ચમ્મક છલ્લો
ધીરે ધીરે સદીયો ચલ્લો
ચાંદ કેટલો છેટો બેઠો
આ નાના પગનો શું નેઠો ?”
“અરે, જઈશ હું ટ્રેન બુલેટી (બુલેટ ટ્રેન)
ઉપરથી બુક છે રોકેટી (રોકેટ)
અદેખાઈ તો બેડ બેડ છે
આંખો તારી રેડ રેડ છે.”
“ઓકે બાબા, જાને તું ભઈ
એ પણ કહેતી જાને બઈ
તારાઓને લાવીશ કેમ?
એ શું નવરા તારી જેમ ?
તારી અમથી વાતો મોટી
ખિસ્સે તારા? નથી લખોટી !
તારી શું એ ફિલ્ડિંગ ભરશે ?
કે સાથે એ સિંગિંગ કરશે ?”
“સુંદર મારો ફેસ મજાનો !
બે વાર જો, ને જા તું આગળ
તારાઓ તો મને જોઈને
આંટા મારે મારી પાછળ.”
આવી બોલીથી અકળાઈ
અંતે ચમક કહી દે, ‘બાઈ
આવવું હો તો વાત તું સાંભળ
વિઝાનો તું લાવ ને કાગળ”
માછલી તો થઈ ગઈ રે શોકિંગ
ચમક, ચમકની વાતો રોકિંગ
મજા પડી ગઈ ગામ આખ્ખાને
હસી હસી સૌ કરતા ટોકિંગ
~ લતા હિરાણી
દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી વર્ષ 2022ના પુરસ્કૃત બાળસાહિત્યકારોને એવોર્ડઅર્પણ કાર્યક્રમમાં રજૂ કરેલું બાળગીત (15.11.2024)
તા.24-27 સાઇટમાં થોડો ટેકનીકલ પ્રોબ્લેમ હતો એથી અપડેટ થયું નથી. ક્ષમા.
🥀🥀
સાથે એનો હિન્દી અનુવાદ પણ રજૂ કરવાનો હતો.
बात चली है गांव गांव में,
चमक चांद पर जाएगी
वापस अपने साथ न जाने,
कितने तारें लायेंगी
मोर नाचते झूम झूम कर,
कोयल गीत सुनाती है
चमक चांद की बातें लेकर,
पब्लिक सारी गाती है
ऐसे में एक मछली कूदी,
पानी में हो गई गुदगुदी
झट से वो दो बोल ये बोली,
“चमक, अरी तुम पागल हो ली ?
चांद पे जाना, गाना गाना
अपनी खिचड़ी आप पकाना !
पानी बानी बूंद नहीं है !
लोटे में भरकर ले जाना !”
चमक हंसी, आंखे मटकाई
“हां जी, खिचड़ी आप पकाई !
पूरा टैंकर अपने पहले
भिजवाया है चांद पे मैने
और पकोड़े कचौड़ियां भी
ढेरों लगनेवाली है
चांद चांदनी के संग अपनी
पार्टी होनेवाली है
तुमको भी मैं बुलवाऊंगी
चांद पे धूम मचाऊंगी
और सितारों का ले झूला
मनभर मौज मनाऊंगी”
मछली को ये बात न भाई
हज़म ज़रा वो ना कर पाई
चमक जो इतनी छोटी है
पर बातें करती मोटी है
मछलीरानी थी चालाक
धीरे से वो करती बात
छोटी चम्मक के सपनो को
अब जल्दी करना है मात
“अच्छा है विकेंड मनाना
और चांद को फ्रेंड बनाना
चांद बड़ा लगता है क्यूट
पर ठंडी हो कैसे म्यूट ?
चांद सुहाना लगता है पर
कंकर पत्थर से उसका घर
जाकर तुम पछताओगी
जो मेरी बात न मानोगी”
चमक ठहाके से बोली “सुन
दीदी तेरे मानु सो गुन
जाड़ों से है मेरी दोस्ती
कंकर पत्थर आदत होती”
“ठीक है माना, चम्मक छल्लो
धीरे धीरे सदियों चल्लो
तुम क्या जानो चांद की दूरी !
ये छोटे से पांव फितूरी !”
“अरे जाऊंगी ट्रेन बुलेटी !
ऊपर से बुक है रोकेटी !
इतना जलना बेड बेड है !
आंखे तेरी रेड रेड है !”
“ठीक है बाबा, तुमको जाना
लेकिन मुझको ये बतलाना
संग लाने है तुम्हें सितारें
क्या वे खाक पड़े बेचारे !
जेब है तेरी पुड़िया जैसी
लाख सितारों की है बस्ती
क्या तारें फिल्डिंग भरेंगे
संग तेरे क्या सींग करेंगे ?”
“दीदी, मौज से घर जाओ तुम
चेहरा मेरा भी देखो तुम
लाख सितारें मेरे पीछे
दौड़ेंगे सब आंखे मिंचे”
चमक ठनक कर बोली “अब तो
वीजा तुमको लाना है
चमक चांद की पार्टी में गर
तुमको भी जो आना है”
मछली बेचारी थी शॉकिंग
चमक चमक की बातें रॉकिंग
लेकिन पूरा गांव मजेसे
हंसहंस के कर रहा था टॉकिंग
लता हिरानी (लखनऊ कार्यक्रमके लिए 15.11.2024)
@@@@@@@@@@
લતાબેન, ખૂબ મજાનું બાળગીત.
ખુબજ સરસ બાલગીત ખુબ ખુબ અભિનંદન
બાળવિશ્વમાં ડોકિયું કરવાની મજ્જા આવી 👌👌
વાહ,
ખૂબ મજાનું બાળગીત
એમાંય હિન્દી અનુવાદ
ખૂબ સરસ વાહ , અભિનંદન
વાહ લતા બહેન, ગુજરાતી અને હિન્દી – બન્ને ભાષામાં આપનું બાળગીત માણ્યું.ખૂબ ખૂબ અભિનંદન.
આભાર. આપનું નામ ?
સુંદર
વાહ, ગુજરાતી અને હિન્દી બંને સરસ છે. બાળ માનસ ની સરસ અભિવ્યક્તિ.
बहोत खूब. हिन्दी भाषाकी चमक खुच्छ और हैं.
બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરયુબેન, મેવાડાજી, સતીશભાઈ, એક અજાણ્યા ભાઈ, વિપુલભાઈ, શ્રી હેતલ રાવ, છબીલભાઈ અને રેખાબેન.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.