રમેશ જાની ~ લ્યો આવજો

🥀 🥀

લ્યો આવજો ત્યારે,
અહીંથી અલ્વિદા
તમારા સાથની સીમા અહીં પૂરી થતી.
જુઓ, શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના
તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના !

જરા પાછું વળી જોયું
તમારી વ્હેલને છેડે લટકતો દીવો
ના, ના કહેતોતો
છેલ્લી પળોને દાબતી ભીની હથેલીના સમો !

નિસ્પંદ સીમાન્ત વૃક્ષે
કાળ પાંખો બીડીને થીજી ગયો,
એકાંતને અંગે લપેટી સર્પશો અંધાર પણ
અહીં ગૂંછળું થઈને કશો થીજી ગયો !

શિશુની આંખના ડૂમા સમો પથ
વિસામાની હવે કોઈ રહી ના ખેવના
તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના.
જુઓ, શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના !

~ રમેશ જાની (14.11.1925 – 18.3.1987)

2 thoughts on “રમેશ જાની ~ લ્યો આવજો”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    ગીતો તાજગીભરેલા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *