ધૂની માંડલિયા ~ કોઈક હરણું

🥀 🥀

કોઈ હરણું કયાંક લપસી જાય છે,
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે.

ઊઠ તડકા! જા, જરી તું વાત કર,
આંધળાનો જીવ છે, હરખાય છે.

એક સુક્કા નામની પણ જો અસર,
ભીંત પર વાદળ હવે ચિતરાય છે.

હું અનાગત નામનો સંબંધ છું,
એમ જન્મોજન્મથી કહેવાય છે.

એક પડછાયો ઘૂઘવતો ઓરડો,
એક દરિયો રાતભર રેલાય છે.

સૂર્ય! તારા દેશમાં મંદિર ઉપર,
રોજ ઝાકળનો હજી વધ થાય છે.

~ ધૂની માંડલિયા (12.11.24)

4 thoughts on “ધૂની માંડલિયા ~ કોઈક હરણું”

  1. saras. વરસાદ ફૂલોને સદા નવડાવતો આનંદથી,
    શણગારવાનું કામ એને પ્રેમથી ઝાકળ કરે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *