જયશ્રી મર્ચન્ટ ~લીલોછમ ટહૂકો * સ્વર નેહલ રાવલ

🥀 🥀

*લીલોછમ ટહુકો!*

લીલોછમ ટહુકો ઊડ્યો છે પાંખમાં,
લઈને આકાશ આ આખું…!
મને દઈ દ્યો આ ટહુકાનું આયખું…!

મેઘધનુષનું એક આખું નગર વસે
વાદળિયા ધુંધળિયા દેશમાં..!
ને વીજલડી, ચાંદા ને તારાની ઓથે,
ઊઘડતું બ્રહ્માંડ આખું…!
મને દઈ દ્યો આ ટહુકાનું આયખું…!

યમુનાને કાંઠે, કદમના પાનપાન,
રે, સખી, માધવની મુરલીએ મ્હાલે…
ને રાધિકાની રગરગમાં, વાસંતી ટહુકો,
ઊતરે લઈ આકાશ આખું..!
મને દઈ દ્યો આ ટહુકાનું આયખું…!

~ જયશ્રી વિનુ મરચંટ

કેવું સરસ મજાનું ગીત ! સાંભળો એનો ઓડિયો

સ્વર અને સ્વરાંકન : નેહલ રાવલ  

3 thoughts on “જયશ્રી મર્ચન્ટ ~લીલોછમ ટહૂકો * સ્વર નેહલ રાવલ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *