ડો. મનોજ જોશી ‘મન’ ~ બે ગઝલ * Dr. Manoj Joshi
🥀🥀
અહો રૂપ એનું! અહો એનો લટકો!
ને અફસોસ સામે હું પણ વટનો કટકો.
ઝલક એકલી ખુદ હતી જાનલેવા,
ઉપરથી આ લટ હાય! મરણતોલ ફટકો…
નિતરતાં એ રાખી ઘણાં જીવ લીધાં,
વધુ ક્રૂર થઈ, ના ભીનાં કેશ ઝટકો.
નયન, નેણ, નર્તન, વદન, વેણ, વર્તન;
અમારું જરા કંઈ વિચારો ને અટકો.
પ્રથમ યાદનું આખ્ખું જંગલ ઉગાડ્યું,
પછી સ્મિત સાથે કહ્યું, ‘આવો, ભટકો!’
~ ડૉ. મનોજ જોશી ‘મન’
ગઝલની અદા તોફાની. પ્રાસરચના મસ્તાની.
🥀🥀
નથી રોટલો કંઈ આ બાએ ઘડેલો !
દિવસ છે ! ને એ પણ નસીબે ધરેલો !
તેં વિશ્વાસ કાનોનો જ્યારે કરેલો,
અમે એક સંદેશો આંખે લખેલો !
પછી હાથ વિફરી, ગમે તેને અડક્યા !
જરૂરી હતું ત્યારે, તું ના અડેલો !
ગમે તે ખસી જાય તો પણ પડું નહિ !
હું સંબંધથી નહિ ! સ્મરણથી બનેલો !
બધાંને પૂછું છું, તને પણ પુછી લઉં !
કે માણસ તને છેલ્લે ક્યારે મળેલો ?
ગઝલ માની એને બધાએ કહ્યું વાહ !
અમે એક કિસ્સો તમારો કહેલો !
~ ડૉ.મનોજ જોશી ‘મન’
બધા જ શેર મજાના અને કંઈક જુદું લઈને આવેલા
બંને ગઝલો સુંદર
બન્ને ગઝલ સંવેદનશીલ છે.
વાહ સરસ સરસ
અંત્યાનુપ્રાસનો યોગ્ય વિનિયોગ થઈ શટ્યો છે.
ખૂબ જ સરસ ગઝલો, સરસ કાફિયા નિભાવ્યા.
બંને ગઝલ સરસ
વાહ ખુબ સરસ રચનાઓ તાજગીસભર અભિનંદન
Dr Manoj bhai Joshi saheb saras
હળવાશથી કહેવાયેલી મજાની ગઝલો મન તરબતર કરે છે.
Vahhhhhhhh…..!!!!!