🥀 🥀
*ટોળું*
ઉમટી પડયું છે ટોળું.
ટીંગાટોળી કરીને લઇ જાય છે.
કોઈ સ્તાલિન,મુસોલિની,હિટલરને.
હાથમાં ઝંડા. મગજમાં ફંડા.
જાતજાતના.
નાતના, ભાષાના, વાદના.
જય હો!જય હો!
બોલે છે જોરથી.
ને હેરી,ડિક,ટોમ
નાચે છે-
હાથમાં ખોપરીઓ લઇને!
થોકબંધ ટોળાં એકત્ર થઈ
ચીસો પાડે છે-
સ્વતંત્રતા!આઝાદી!
મિટા દો!
ખતમ કરો તાનાશાહ!
અને ટોળા પર પડતા
અણુબોમ્બ
ખડખડાટ હસે છે!
~ હરીશ દાસાણી
યુદ્ધમાં ખાબકી પડેલા વિશ્વનું વાસ્તવિક શબ્દચિત્ર ! આટઆટલા યુદ્ધો પછી પણ માનવીમાં સમજણનો ઉદય થતો નથી…. શાંતિ બિચારી મોં વકાસી જોયા જ કરશે…

કાવ્યવિશ્વ માટે લતાબેને પસંદ કરેલ રચનાઓ બહિર્મુખ તથા અંતર્મુખ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે.
આભાર,લતાબેન.
ખૂબ જ સરસ માનનિય રચનાઓ.