લક્ષ્મીનારાયણ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ ~ જીવતર માંગે

🥀 🥀

જીવતર માગે છે જુગની ઝંખના!
ભભુકે વીજલનાં ગીત જો.
અધીરપ ઊઠી છે મારા પ્રાણમાં,
રૂઠી છે રૂદિયામાં પ્રીત જો!

વાતા ઇશાની દિશના વાયરા
ગાજે મેહુલા અસીત જો!
ગહેકે ગેબુંમાં વ્યાકુળ મોરલા
આખું આયુ અમીત જો!

ઘટ ઘટ જાગી રે મારે ચાહના
રોમે રોમે તે આગ જો!
વસમાં વાવાઝડ વીંઝતાં
વ્રેહા ઉમડે અથાગ જો!

કોને રે ચાહું? કોને છોડવાં?
હૈડું માગે અસીમ જો!
આવો વરસો રે જુગની ઝંખના
આખી ભૂખી છે સીમ જો!

~ લક્ષ્મીનારાયણ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ (13.11.1913 – 23.10.1970)

2 thoughts on “લક્ષ્મીનારાયણ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ ~ જીવતર માંગે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *