રવીન્દ્ર પારેખ ~ મોર્ડન ગરબો

🥀 🥀

માતાજીનો મોડર્ન ગરબો

માનો ગરબો રે રમતો રાજને દરબાર…
રમતો ભમતો રે, આવ્યો મેકડોનાલ્ડને દ્વાર…
એલી મેકડોનલ્ડની નાર, તું તો સૂતી હોય તો જાગ.
માને ગરબે રે પિત્ઝા,બર્ગરિયા મેલાવ…

માનો ગરબો રે રમતો રાજને દરબાર….
રમતો જમતો રે આવ્યો ચાઈનીસને દરબાર
એલા ચાઇનિસિયાની નાર, તું તો સૂતી હોય તો જાગ….
માને ગરબે રે પનીર ચિલ્લી રે તેડાવ…

માનો ગરબો રે રમતો રાજને દરબાર
રમતો ભમતો રે આવ્યો મદ્રાસીને દ્વાર….
એલી મદ્રાસીની નાર તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે સાંબર ઢોસા તું મુકાવ…

માનો ગરબોરે રમતો રાજને દરબાર,
રમતો ભમતો રે આવ્યો ગુજરાતીને દ્વાર,
એલી ગુજરાતીની નાર, તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે થાળી ગુજરાતી તું લાવ…
માનો ગરબો રે …

2 thoughts on “રવીન્દ્ર પારેખ ~ મોર્ડન ગરબો”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *