લતા હિરાણી ~ પહાડો ને વૃક્ષો (સોનેટ)

સોનેટ ~ શાંત મન

શિખરિણી

પહાડો ને વૃક્ષો સઘન સરતાં શાંત સઘળા
અવંતિના ખૂણા ધવલ સરજે મૌન પળમાં  
ભરેલાં મેદાનો સતત મલકે
; નિત શમણે
ઉમંગે આવીને અરવ પગલે આભ ઝળકે

અદીઠા આધારો, ચરણ રમતાં રાસ રમણા
અને આકારોના સહજ ઉમટે ભાસ બમણાં
અનાદિ વ્યાપારો અજબ ચરખે ગોળ ફરતાં
જગાવે જાણે એ સમય નરવા બીજ નમણાં

પહોંચી ક્ષિતિજે સકલ ક્ષણના વ્હાલ વરસે
ભમંતી ભાષાઓ અકળ અરથો આજ સરજે
અજાણ્યા આભોમાં મનસ રમતું ગેલ કરતું
સુખેથી સંભારે અવર જનને હેત નમતું  

અને કોઈ એવા કસબ કવનોમાં સરજતું
અરે એકાંતોમાં ખરજ ખણકે ગાન ગમતું   

~ લતા હિરાણી

કુમાર @ ઓગસ્ટ 2024 

મારી વાર્તા નીચેની લિન્ક પર

 
 

14 thoughts on “લતા હિરાણી ~ પહાડો ને વૃક્ષો (સોનેટ)”

  1. શિરીષ કાપડિયા

    બેન, આગ્રહ થયો અને તમે લખ્યું . હૈયાની વાત કરી ઘણી સરળતાથી. તમને મેં તો તેમાં જોયા.વાંચવાનું ગમ્યું, આનંદ થયો.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    શાન્ત મન સોનેટનો છંદ,લય તથા શબ્દો પ્રગાઢ પ્રશાંત ભૂમિ પર ખીલ્યાં છે,ખુલ્યાં છે.

  3. શિખરિણી છંદમાં લખાયેલું કાવ્ય મનના શાંત ગહ્વરે લઈ વિરમ્યું છે.અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *