અર્પણ ક્રિસ્ટી ~ લક્ષ્ય છેલ્લે રહી ગયું

🥀 🥀

લક્ષ્ય છેલ્લું રહી ગયું ગાદી, એટલે ઝભ્ભો નથી હું પહેરતો,
કેટલી સસ્તી હવે ખાદી! એટલે ઝભ્ભો નથી હું પહેરતો.

સાદગીનો હોય દેખાડો? રહી ગઈ સિમ્બૉલ સ્ટૅટસનું બની,
ક્યાં હવે ખાદી રહી સાદી? એટલે ઝભ્ભો નથી હું પહેરતો.

પહેરનારાઓ બધાં પહેલાં, માનતા વિચારધારામાં ય એ,
‘ને હવેની જોઈ લે યાદી! એટલે ઝભ્ભો નથી હું પહેરતો.

આમ તો પ્રતીક એ સ્થાપિત હિતનો વિરોધ કરવાનું હતું,
ક્યાં હવે પહેરે તે સૌ વાદી?  એટલે ઝભ્ભો નથી હું પહેરતો.

હાથથી જેઓ વણે તેઓ, જો હજુ પણ ઝુંપડાઓમાં રહ્યાં,
ખાદી કેવાઓની થઈ ચાંદી! એટલે ઝભ્ભો નથી હું પહેરતો.

~ અર્પણ ક્રિસ્ટી

2 thoughts on “અર્પણ ક્રિસ્ટી ~ લક્ષ્ય છેલ્લે રહી ગયું”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *