🥀 🥀
વૈષ્ણવ છે પીટ્યો છતાં ઈડાંબિંડાં ખાય?
હા, હા, ખાય…
ખાવું નામે ભઠિયાર ગલીમાં યે જાય…
પદ્ય અને મદ્યને સમાનરૂપે ટેવે
કાળજુંય બાળીબાળી સિગારેટ સેવે.
શ્વેતકેતુ મસ્તકમાં બંડના વાયુઓ ભમે
વળી એમાં ગઝલના સિક્કાઓનું કારખાનું ધમધમે.
કલમની ટોચ કેવી?
મધ્યયુગી યોદ્ધા જેવી!
નવલકથાના કોઈ નાયકની જેમ સદા
સાહિત્યનાં સર્વ તીર્થ પગપાળા ઘૂમે
કવિતાયે મદ્ય જેમ પીવે અને ઝૂમે.
બાંધી શકે નહીં એને કોઈ પણ જેલ
નાટક તો એને ડાબા હાથ તણો ખેલ…
ચશ્માંમાંથી પ્રેમભરી આંખે જુએ જેને
નખશિખ પોતીકો બનાવી દીએ એને.
~ રમેશ પારેખ

વાહ, કવિ શ્રી ચીનુ મોદીનું સરસ શબ્દ ચિત્ર.
Terrific Lovely Beautiful
વાહ…નખશિખ ચિત્રાંકાન ……રમેશકાકા ને વંદન…Layanan…Thanks
મસ્ત
ઓહો! શું વાત છે! ર. પા. એટલે ર. પા. દારુનેય વખાણે ચડાવે.