ચિનુ મોદી ~ સંસ્મરણો   

🥀 🥀

હું રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે કોલેજથી છૂટી, ભઠિયાર ગલી જાઉં અને ત્યાં જઈ હલીમ ઝાપટું. એ પછી પાનને ગલ્લે જાઉં. ત્યાં એક નાનો છોકરો, હરહંમેશ મને આદિલસાહેબની રેસિપી મુજબનું કપૂરી પાન બનાવી આપે. હું એને પૈસા આપું અને એ મને પાન આપે.

એક વાર હું હલીમ ખાઈ, પાનને ગલ્લે ગયો. છોકરાએ પાન આપ્યું ને મેં એને પૈસા આપવા ગજવામાં હાથ નાંખ્યો તો કહે: “આજ હમારી ઓર સે ખાઈએ ના…”

આ નાનો છોકરો એ જાણતો નહોતો કે હું પ્રોફેસર છું. કવિતા લખું છું. બસ, એમ જ એણે માત્ર રોજના ગ્રાહકની ઓળખે જ મફત પાન ખવડાવવાનો પ્રસ્તાવ મૂક્યો.

કોઈ, કારણ વગર જ્યારે લાગણી બતાવે ત્યારે બીક લાગે છે. એટલે મેં તરત પાનવાળા છોકરાને ઉર્દૂમાં કહ્યું: “ક્યોં બરખુદાર! આજ તુમ્હારી સાલગિરહ હૈ?” તો એણે કહ્યું: “નહીં, વૈસે હી. ખાઈએ ના.”

અને મેં પાન મોંમાં મૂક્યું. પણ અમદાવાદના ભરચક એવા રિલીફ રોડ તરફ જતા રસ્તે મારી આંખો આંસુથી, અકારણની લાગણીને લીધે આવેલાં આંસુથી તરબતર હતી. મેં એમ કહીને એક ગઝલ વાંચેલી.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે.
આંખને ખૂણે હજીયે ભેજ છે.

5 thoughts on “ચિનુ મોદી ~ સંસ્મરણો   ”

  1. સ્નેહસભર સંસ્મરણ. બરખુદાર અને કવિ બંનેને સલામ.

  2. kishor Barot

    ર. પા. ની કલમે ચિનુ મોદીની અદ્દલ ને અદ્ભૂત વ્યક્તિ ચિત્ર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *