સુરજીત પાતર ~ મારી મા * અનુ. હરીશ મીનાશ્રુ * Surajit Patari * Harish Minashru
*मेरी मां ~ सुरजीत पातर*
मेरी मा नु मेरी लिखी कविता समझ न आई,
भावे मेरी मा बोली छ लिखी होई सी।
ओह ता बीएस एना समाझी, पुत्त
द रूह नु दुख है कोई।
पीआर इस्दा दुख मेरे हुंडे
आया किथो।
नीज ला के देखी,
मेरी अनप्रद मा ने मेरी कविता।
देखो लोको
कुखो जाये
मां नु छड़ के
दुख कागता नू दसदे ने।
मेरी माँ ने कागज़ चुक सिने नू लाया
खबरे एदा वह
मेरे नेरे हो
मेरा जाइया।
મારી મા
મારી મા
મારી માને મારી કવિતામાં કશી
ગતાગમના પડી
અલબત્ત, એ મારી માતૃભાષામાં લખાયેલી હતી
એને તો કેવળ એટલું સમજાયું
દીકરાના જીવને દુઃખ છે કશું
પણ એને દુઃખ આવ્યું ક્યાંથી
મારા હોવાં છતે
જરા વધારે ધ્યાનથી જોઈ
મારી અભણ માએ મારી કવિતા
જુઓ લોકો
મારા પેટનો જણ્યો
માને છોડીને
દુઃખ બતાડે છે કાગળિયાને
મારી માએ કાગળ ઉઠાવીને
છાતીએ ચાંપ્યો
કદાચ એમ કરતાંય
થોડો નજીક આવે મારે છૈયો
~ સુરજિત પાતર
અનુવાદ : હરીશ મીનાશ્રુ
વાહ અદ્ભૂત સંવેદનશીલ કાવ્ય, અનુવાદ વગર સમજવું અઘરું હતું.
ખુબ સરસ કાવ્ય નો ઉત્તમ અનુવાદ