કવિ હરીશ મીનાશ્રુને સાહિત્ય અકાદમી એવોર્ડ
નમસ્કાર મિત્રો
‘કાવ્યવિશ્વ’ની ‘સર્જક સંગે’ શ્રેણીમાં આજે કવિ હરીશ મીનાશ્રુને આપણે ભાવપૂર્વક આવકારીએ છીએ. ગયા વર્ષે એમના કાવ્યસંગ્રહ ‘બનારસ ડાયરી’ને સાહિત્ય અકાદમીએ પોંખ્યો. આ વર્ષે એ પુરસ્કાર કવિ શ્રી યજ્ઞેશ દવેને મળે છે. બંને કવિઓને એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. ગયે વરસે કાવ્યવિશ્વ હજી પાપા પગલી ભરતું હતું એટલે કોઈ નવો ઉપક્રમ રચવાની મારી તૈયારી નહોતી. હજીયે એ પ્રારંભિક તબક્કામાં જ છે પણ હવે એમ કહું કે એમાંથી શ્વાસ લેવાનો સમય મળ્યો છે તો આ કામ ઉપાડયું.
આમ બનારસ ડાયરી એ નિમિત્ત છે બાકી આપણે કવિના કાવ્યો પાસે જવાનું છે.
તર્કને તોડી અમે તાવીજ કરવા નીકળ્યા
શબ્દથી પડવો, પૂનમ ને બીજ કરવા નીકળ્યા.
આ છે કવિ હરીશ મીનાશ્રુ કે જેમણે ગીત, ગઝલ, અછાંદસ અને ગદ્યકાવ્યમાં આપણી પરંપરાને આત્મસાત કરીને પોતાનો આગવો અવાજ પ્રગટાવ્યો છે.
એક જુદા મિજાજના કવિ !
આ ઉપક્રમ કવિની કવિતા માણવાનો છે…
તો મિત્રો નીચે આપેલા વિડિયોમાં
ખાસ ‘કાવ્યવિશ્વ’ માટે કવિએ કરેલા એમના કાવ્યોનું પઠન, થોડી વાતો અને સાથે વાંચો
- ‘સર્જક’ વિભાગમાં કવિ હરીશ મીનાશ્રુનો પરિચય લેખ
- ‘કાવ્ય’ વિભાગમાં એમની કવિતા
- ‘અનુવાદ ‘વિભાગમાં કવિની કવિતાનો અનુવાદ દિલિપ ઝવેરી દ્વારા
આ વિડીયો આજથી જ કાવ્યવિશ્વની યુટ્યુબ ચેનલ પર અને કાવ્યવિશ્વના ફેસબુક પેજ પર પણ ઉપલબ્ધ છે.
આટલો સરસ સહકાર આપવા બદલ કવિનો હૃદયપૂર્વક આભાર…..
લાગે છે આ કવિતાનો યુગ છે અને જુઓ કવિતાપ્રેમીઓનો કેવો મહેરામણ છલકાય છે ‘કાવ્યવિશ્વ’ પર !
માત્ર સવા વરસમાં વિઝિટનો આંકડો 41000થી ઉપર !!
પ્રિય ભાવકોનો પણ દિલથી આભાર અને વંદન.…
‘કાવ્યવિશ્વ’ પર ભાવપૂર્વક આવકાર છે, કવિ હરીશ મીનાશ્રુનો.
સાંભળો કવિનું કાવ્યપઠન
OP 10.3.2022
*****
પ્રફુલ્લ પંડ્યા
21-03-2022
કવિશ્રી હરીશ મીનાશ્રુનુ઼ં કાવ્યપઠન સાંભળ્યું.એક જુદો જ અનુભવ થયો.” બનારસ ડાયરી” એ તો કમાલ કરી ! કવિતાની સાથે સાથે કબીરને સાક્ષાત કરી આપ્યાં.આખા બનારસની ખુશ્બુ દિલો- દિમાગમાં પ્રસરી ગઈ.અન્ય કાવ્યો પણ એટલાં જ ઉત્તમ અને અનેક રીતે વિશિષ્ટ ! સર્જકને સંગ આનંદનો મહાસાગર છલકાયો,લહેરાયો ! હરીશભાઈને હાર્દિક અભિનંદન અને ” કાવ્ય વિશ્વ” ને વંદન !
આભાર
12-03-2022
આભાર છબીલભાઈ, મેવાડાજી, રેખાબેન…
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.
સાજ મેવાડા
11-03-2022
કલિ શ્રી હરીશ મીનાશ્રૃનો સાસાત્કાર કરાવવા બદલ લતાજી આપને અભિનંદન.
રેખાબેન bhatt
10-03-2022
આ વળી એક નવો લાભ… કાવ્યવિશ્વનો સુંદર ઉપક્રમ. કવિ શ્રી હરીશ મીનાશ્રુ નું કાવ્ય પઠન…. અદ્ભૂત 🌹🙏🙏
છબીલભાઈ ત્રિવેદી
10-03-2022
ઉમદા કવિ શ્રી હરીશ મિનાશ્રુ નુ કાવ્ય પઠન અને કાવ્ય ખુબજ સરસ. વિશાળ હદય ના માણસ ને સલામ આભાર લતાબેન
1 Response
[…] 2. કવિ શ્રી હરીશ મીનાશ્રુને સાહિત્ય અકાદમી દ્વારા મળેલ એવોર્ડ નિમિત્તે એમનો વિડીયો કાર્યક્રમ http://www.kavyavishva.com/?p=3142 […]