ભગત ચારણ ~ મારા વ્હાલાને * સ્વર ઐશ્વર્યા મજમુદાર

🥀 🥀

હે ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતીને મ્હેલે ગ્યા છો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કે’જો જી

એક વાર ગોકુળ આવો
માતાજીને મોઢે થાઓ
ગાયુંને હમ્ભારી જાઓ રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કે’જો જી

વ્હાલાની મરજીમાં રે’શું
જે કહેશે તે લાવી દેશું
કૂબજાને રે પટરાણી કે’શું રે
એ ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કે’જો જી

તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
ગુણ ગાયે ભગોચારણ રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

~ ભગત ચારણ

આ મીઠું ભજન સાંભળો

સ્વર : ઐશ્વર્યા મજમુદાર સંગીત : ગૌરાંગ વ્યાસ

6 thoughts on “ભગત ચારણ ~ મારા વ્હાલાને * સ્વર ઐશ્વર્યા મજમુદાર”

  1. SARYU PARIKH

    નાનપણથી સાંભળેલું ભજન. વઢી –શબ્દ ખાસ નોસ્ટાલ્જીક છે.
    સરયૂ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *