અમૃત ઘાયલ ~ મરવાની અણી

🥀 🥀

*આ પડખું ફર્યો*

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

~ અમૃત ઘાયલ (19.8.1916 – 25.12.2002)

3 thoughts on “અમૃત ઘાયલ ~ મરવાની અણી”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *