*ગીત*
કરું ફરિયાદ કોને હું?
કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?
નજરથી જ્યાં નજર મળતી,
ઢળે ત્યાં પાંપણો એ શું?
જઉં હું ચૂમવા ફુલને,
ખરે ત્યાં પાંખડી એ શું ?
ડુબાડે નાવ જ્યાં નાવિક,
ભુલાવે પથ પથિક એ શું?
ચખાડી પ્રેમ રસ કોઇ,
કરી પાગલ જતું એ શું?
~ બાલુભાઇ પટેલ
(25.9.1937 – 8.12.1992)

ખૂબ જ સરસ વિચાર, ગઝલો. વંદન
વાહ 👌👌
Wahh