🥀 🥀
*છાનું રે છપનું*
છાનું રે છપનું કંઇ થાય નહીં, થાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં.
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યાં છૂપાય નહીં,
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં. છાનું રે…
આખ્યું બચાવીને આંખના રતનને,
પડદામાં રાખીને સાસુ નણંદને;
ચંપાતા ચરણોએ મળવું મળાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નબીં. છાનું રે…
નણદી ને નેપૂર બે એવા અનાડી,
વ્હાલા પણ વેરી થઇ મારી ચાડી;
આવેલા સપનાંનો લ્હાવો લૂંટાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. છાનું રે…
~ અવિનાશ વ્યાસ
સ્વરકાર-કવિ : અવિનાશ વ્યાસ
સ્વર : આશા ભોંસલે, ફિલ્મ : સોનબાઈની ચૂંદડી

વાહ, નાનપણથી આ ગીતને માણી રહ્યો છું.
વાહ ખૂબ સરસ
ગમતી રચના