અવિનાશ વ્યાસ ~ કહું છું જવાનીને * સ્વર નીરજ પાઠક

🥀 🥀

*કહું છું જવાનીને*

કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હંમેશાં આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણાં તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે.

~ અવિનાશ વ્યાસ

સ્વરકાર : પુરસોત્તમ ઉપાધ્યાય   ગાયક : નીરજ પાઠક

2 thoughts on “અવિનાશ વ્યાસ ~ કહું છું જવાનીને * સ્વર નીરજ પાઠક”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *