મુકેશ જોશી ~ પ્રેમમાં ક્યાં

*જોઈએ*

પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ.
બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ.

શ્રીહરી ને છોકરીમાં સામ્યતા,
બેઉ જણ માટે પૂજારી જોઇએ.

આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
એમના ઘરમાંય બારી જોઇએ!

એ અગાસી પર સૂતેલા હોય તો,
ચાંદ પર મારે પથારી જોઇએ!

~ મુકેશ જોશી

હળવાશથી કરેલી શબ્દોની રમતને શેરમાં પલટવી સહેલી નથી !

5 thoughts on “મુકેશ જોશી ~ પ્રેમમાં ક્યાં”

  1. દુઃખ વ્યક્ત કરવા સોળ આની કલ્પના સાવ નવી છે. અભિનંદન

  2. kishor Barot

    મુકેશ જોષી મારા પ્રિય કવિની છે કારણકે તેમની કવિતાએ મને ક્યારેય નિરાશ નથી કર્યો.

  3. શૈલેષ પંડયા નિશેષ

    વાહ વાહ.. બહુ જ સરસ અને સરળ પણ…. સાહજીકતાથી કેવી ચમત્કૃતિ લાવી શકે એનું પરફેક્ટ ઉદાહરણ..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *