કૃષ્ણલાલ શ્રીધરાણી ~ આજ વાદળીએ * સ્વર અમર ભટ્ટ

*આજ વાદળીએ*

આજ વાદળીએ આખી રાત વરસ્યાં કીધું.
મેહુલાએ માંડી મીટ ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું…

નદીઓનાં નીરમાંહી જોબન ચડ્યાં
એની ફાટ ફાટ કાય, એની છાતી ના સમાય
ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં …

ઉરને એકાન્ત ગોખ એકલતા આરડે !
કોઈ આવો વેચાઉં, જ્યાં દોરો ત્યાં જાઉં;
મારાં અંગ અંગ ભૂખ્યાં,
ઝરો પ્રેમરસ! સૂક્યાં;લઇ જાઓ!

આ એકલતા શેય ના સહાય!
વર્ષા રડે, રડું હું તોય ના રડાય…

કવિ: કૃષ્ણલાલ શ્રીધરાણી (16.9.1911 – 23.7.1960)

સ્વરકાર: અમર ભટ્ટ * ગાયક: ગાર્ગી વોરા * વાદ્યસંગીત નિયોજન: અમિત ઠક્કર * આલબમ: શબ્દનો સ્વરાભિષેક: 5

જુઓ સર્જક પરિચય :

3 thoughts on “કૃષ્ણલાલ શ્રીધરાણી ~ આજ વાદળીએ * સ્વર અમર ભટ્ટ”

  1. kishor Barot

    મુખડા વિનાનું પ્રયોગશીલ મજાનું ગીત ઝાકળનું ગીત..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *