લતા હિરાણી ~ અવંતી આ આખી

🥀🥀
શ્રી ભવાનીશંકર જોષીની સ્મૃતિમાં યોજાયેલ
છંદોબદ્ધ કાવ્યસ્પર્ધા-2માં આ સોનેટ પ્રથમ
પ્રાર્થના (શિખરિણી)
અવંતી આ આખી, અરવ પગલે આભ ઝળકે
પહાડો ને વૃક્ષો સઘન, સઘળે તું જ મલકે
અને રૂડા રૂપો, પરમ ઘટના કોણ સરજે !
અદીઠા આધારો, મદદ તવની હે અમ સખે
અનેકો આકારો સતત નયને, વાહ રમતાં
અનાદિ આકાશો અજબ ચરખે ગોળ ફરતાં
ભરેલા આ ભાવો, સહજ છલકે નિત મનમાં
ઉમંગો હૈયામાં, મનસ રમતી રોજ રટણા
અને એકાંતોમાં, કવન નમણાં ઉર કવતી
સુખેથી સંભારું, સકલ ક્ષણને રોજ ધરતી
દિશા આઠે ઊગે, અરવ મનના સૂર સરજી
જગાવે જાણે એ સમય ભરતી ભાવ ભવની
ગુરૂ દેવા તું છે, દરસ તમમાં પ્રાણ વસતા
ત્રણે લોકે તું છો, નયન અમના રોજ નમતા
~ લતા હિરાણી
મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.
અભિનંદન
આભાર સતીશભાઈ
ખૂબ સરસ સોનેટ, આનંદ, અભિનંદન લતાજી.
આભાર મેવાડાજી
ખુબ ખુબ અભિનંદન લતાબેન ખુબ સરસ સોનેટ
આભાર છબીલભાઈ
ખૂબ ખૂબ અભિનંદન લતાબેન…
આભાર અરવિંદભાઇ
” અનાદિ આકાશો અજબ ચરખે ગોળ ફરતાં” વાહ કેવી વિરાટ કલ્પના ! નખશીખ સુંદર સોનેટ ! લતાબેનને હાર્દિક અભિનંદન ! આ સોનેટ વાંચીને એમ કહેવાનું થાય કે લતાબેન,અમને વધુ સોનેટો આપો.
પ્રફુલ્લ પંડ્યા
આભારી છું પ્રફુલ્લભાઈ. તમને ગમ્યું, અમને ગમ્યું.
બહુ જ આનંદ… લતાબહેન.. સરસ સૉનેટ થયું છે.,
આભારી છું સંધ્યાબહેન
વાહ ખૂબ સરસ સોનેટ ખૂબ ખૂબ અભિનંદન
આભાર કુસુમબહેન
Vaah khub saras sonet
આભાર કૌશલભાઈ
સુંદર સોનેટ.
આભાર કિશોરભાઈ
સરસ !
સ્વાગત !
આભાર ભગવાનભાઈ
વાહ સરસ..
આભાર દિલીપભાઇ
વાહ, ખૂબ અભિનંદન.
આભાર જિજ્ઞાબહેન
વાહ વાહ
આભાર લલિતભાઈ
પ્રથમ સોનેટ ને એય શિખરિણી છંદમાં! સોનેટ અને છંદમાં કાવ્ય રચવા બદલ લતાબહેનને અભિનંદન.
આનંદ આભાર મીનલબેન
વાહ ખૂબ સરસ
આભાર પરબતભાઈ
વાહ…ખૂબ સરસ
અભિનંદન લતાબેન.
thank you Jignaben