સુરેન ઠાકર ‘મેહુલ’ ~ એક તારો સ્વર

🥀🥀

*સાંભળું*

એક તારો સ્વર મળે તો સાંભળું,
ક્યાંય પણ ઇશ્વર મળે તો સાંભળું.

કોસનો કલવર ને તારું ટહૂકવું,
આપણું ખેતર મળે તો સાંભળું.

પાતળી રેખા સમજની છે છતાં,
મર્મના અક્ષર મળે તો સાંભળું.

સાદ ગોરંભાય છે શમણા રૂપે,
પાછલી ઉમ્મર મળે તો સાંભળું.

એક વિતેલા સમયની વારતા
નાનું સરખું ઘર મળે તો સાંભળું.

~ સુરેન ઠાકર ‘મેહુલ’ (30.7.1942 – 27.7.2022)

જન્મદિને કવિને સ્મૃતિવંદના

5 thoughts on “સુરેન ઠાકર ‘મેહુલ’ ~ એક તારો સ્વર”

  1. Jigna Trivedi

    વાહ, સુરેન ઠાકર ‘ મેહુલ ‘ જીની બન્ને ગઝલો ખૂબ ગમી.ખૂબ અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *