પિંગળશી ગઢવી ~ હરીની હાટડીએ

હરીની હાટડીએ

હરીની હાટડીએ મારે કાયમ હટાણું,
જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું… હરીની હાટડીએ….

પૃથ્વી પવન ને પાણી, આપે ઉલટઆણી
કોઈ દિ’ ન માંગ્યું એનું નારાયણે નાણું… હરીની હાટડીએ…

ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી
કીડીયું ને કણ્યું, ઓલા હાથીડાને મણ્યું.. હરીની હાટડીએ…

ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સધળી વામી,
પીંગળને મળ્યું મોતી, બે દિ’નું ઠેકાણું… હરીની હાટડીએ….

~ પિંગળશી ગઢવી

પિંગળશી બ્રહ્માનંદ ગઢવી (27.7.1914-31.5.1998)

લોકગાયક અને લોકસાહિત્યકાર હતા.

તેમણે ખમીરવંત માનવી (૧૯૭૨), ચંદા દર્શન (૧૯૯૧), વેણુદાદા (૧૯૭૮), ગાંધીકુલા (૧૯૬૯), મહાત્મા ગાંધીના પૂર્વજો વિશે અને કેટલાક ગીતો), ખમીરવંતી કથાઓ (૧૯૯૬), ભવની ભેટ (૧૯૯૮), બહારવટિયો ભૂપત (૧૯૭૮) જીવતરના જોખ (૧૯૯૬), મૃત્યુનો મલકાટ (૧૯૯૬) જેવી ટૂંકી વાર્તાઓ લખી છે.

સૌરાષ્ટ્ર: સત્યમ્ શિવમ્ સુંદરમ્ (૨૦૦૦) નામનું પુસ્તક, તેમના સન્માનમાં, તેમના પુત્ર લક્ષ્મણ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

ગુજરાતી લોકસંગીતમાં ફાળો આપવા બદલ તેમને ૧૯૯૦ માં સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.

સૌજન્ય : ગુજરાતી વિકિપીડિયા

3 thoughts on “પિંગળશી ગઢવી ~ હરીની હાટડીએ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *