મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
વાદળ વરસે ને કહે, ઘરમાં તું કેમ છે?
વાયરો વહે ને કહે, ઉડવું હેમખેમ છે?
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
ભીડેલાં બારણાંની, કેવી આ ભીંસ છે!,
ટહુકામાં ઓગળતી, મૂંગી આ રીસ છે,
મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની… ~ ઉષા ઉપાધ્યાય
ત્રાહિમામ પોકારેલી જનતાને આમ તો હવે વર્ષાના વરતારા. છત્રી શબ્દ વરસાદની યાદ દેવડાવે એટલે મીઠો લાગે. ત્યારે અલબત્ત બે અનુભૂતિ એક સાથે. હાલના સમયમાં વરસાદ આવે તો છત્રીને કોણ પૂછે? અને કવિ પણ કૈંક એવો જ ઈશારો કરવા માંગે છે. સવા લાખનું સોનું વરસતું હોય ત્યારે કામમાં રહેતા માનવીની દયા જ ખાવી પડે! અહીં છત્રી શબ્દ બંને અર્થમાં આવે છે. ભૌતિક અર્થ જવા દઈએ તો જે કામ આ આનંદને માણવાની ક્ષણોને રોકીને બેઠું છે એ છત્રી જેવું.

બંને રચનાઓ મનભાવન. વિષય અલગ અલગ પણ વાંચીને સાંપડે ભીતરે આનંદ સરખો👌👌👌
આપનું નામ લખશો ?
હેતલ રાવ
મનોભાવને વ્યક્ત કરતી બંને રચનાઓ સારી છે.
બંને રચનાઓ ખૂબ સુંદર
વાહ, બંને રચનાઓ ખૂબ સરસ.
બન્ને રચના ખુબ સરસ 👌🏻👌🏻
ઉષાબહેનની ‘નભ વચ્ચે આ ક્યો ખલાસી જળની જાળ વણે છે…’ રચના યાદ આવી ગઈ