હરણનો શિકાર
સિંહ – બદામી ટેકરીઓ
ઝરણાશા વ્હેતા આભકિનારે થંભી આવ્યો
હવામહીં તરવરતો તડકો
ઠેકઠેકમાં થરકે લીલાં પાન
ઝીણા તારે કરોળિયો શી પીતો સૂરજ હૂંફ!
નીકળી હળવે પગલે બહાર કાચિંડો લીલો
અને ઘાસ પે ઝાકળ ઝબક્યું
ધુમ્મસના પંજાની વધતી ભીંસ
તાર પર બેઠાં કબૂતર ઊડ્યાં
પૂંઠળ દોડ્યા મોટા પડછાયા
ને ફેલાયા નળિયાં પર
જેની હેઠ દબાયાં મકાન
ભીંતે કપાયલી બારીની
દદડયા અવાજ
કટકા થયા અર્થના શબ્દે શબ્દે
શબ્દ મહીંથી
આંખ ચામડી જીભ નાક ને કાન બન્યાં
આ હવા મહીં ઓગળતાં જાતાં રૂપ એમનાં
અને ફરી ઝરણાશું વ્હેતું આભ કિનારે
તડકો પીને
સિંહ – બદામી ટેકરીઓ.
~ દિલીપ ઝવેરી ‘તુષાર‘ (3.4.1943 )
જન્મસ્થળ મુંબઈ. વ્યવસાયે ડૉક્ટર.
કાવ્યસંગ્રહ ‘પાંડુકાવ્યો અને ઇતર‘
પૌરાણિક પાત્રને આધુનિક સંદર્ભ આપી શકે છે. લયમુદ્રાનો કવિ. – સુ.દ.
@@

કાવ્યવિશ્વમાં મારો શેઅર લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર લતાબહેન
ખૂબ જ સરસ ભાવવિશ્વ રચાયું છે.
જન્મ દિવસની સુકામનાઓ પાઠવું છું.
બન્ને રચના ગમી…
બંને કાવ્યો પોતપોતાની રીતે સરસ બન્યાં છે.અભિનંદન.