કપિલરાય ઠક્કર ‘મજનૂ’ ~ જિગર પર

કરી જોજો

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો;
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.

ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.

વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,
અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો.

કટોરા ઝેરના પીતાં જીવું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી બીજું પ્યાલું ધરી જોજો.

વરસતા શ્યામ વાદળમાં મળ્યા‘તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે દિલબર! ફરી જોજો.

~ કપિલરાય ઠક્કર મજનૂ‘ (3.4.1892-19.2.1959)

સૂફીવાદી ને ફારસી રીતિની રંગદર્શી પરંપરાના અનુગામી.

મરણોત્તર કાવ્યસંગ્રહ ‘સ્વપ્નમંદિર’

જન્મદિને સ્મૃતિવંદના

@@@

4 thoughts on “કપિલરાય ઠક્કર ‘મજનૂ’ ~ જિગર પર”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *