🌹દિનવિશેષ 1 ફેબ્રુઆરી🌹
🌹મારી સાથેના એ દિવસો / તને હાંફ ચડે ત્યારે પીજે / મારે મન ત્યારે સ્વર્ગ ઉતર્યું સમજીશ ~ વહીદા ડ્રાઈવર🌹
🌹થીજી ગયેલી વાચા, કંઠે બાજી ગ્યો છે ડૂમો. નથી નીકળતી બૂમો. ~ રાહુલ તુરી🌹
🌹ચાંદની ખરી આભે, મોજ ઉતરી આભે ; સંધ્યા આચરી આભે, ખુશ્બૂ સંચરી આભે. ~ સાગર રામોલીયા🌹
🌹હજી આ કોકરવરણો તડકો છે, સાંજ તો પડવા દો, હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે, દિવસને ઢળવા દો. ~ વેણીભાઇ પુરોહિત🌹
🙏🏻પથ્થર થરથર ધ્રૂજે ! હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે ? ~ *નિરંજન ભગત🙏🏻
🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.
*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.
*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@@
પ્રતિભાવો