અશોક વાજપેઈ ~ તેઓ એક પીંજરું લાવશે  

તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.

તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.

પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.

પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.

પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.

~ અશોક વાજપેયી (અનુ. કિશોર શાહ)

સૌજન્ય : લયસ્તરો

6 thoughts on “અશોક વાજપેઈ ~ તેઓ એક પીંજરું લાવશે  ”

  1. ઉમેશ જોષી

    ખૂબ સરસ રચના અને અનુવાદ પણ ખૂબ ખૂબ સરસ.

  2. હરીશ દાસાણી

    પિંજરું શબ્દ અનેક સંકેતોથી સમૃદ્ધ.સુંદર પ્રતીકાત્મક રચના

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ

    અશોક બાજપાઈ ની ખૂબ સંવેદનાથી ભરપૂર રચના… માનવની વ્યથા ખૂબ સરસ રીતે….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *