Nâzım Hikmet Ran~ અનુવાદ લતા હિરાણી * Lata Hirani  

I come and stand at every door ~
Nâzım Hikmet Ran

I come and stand at every door
But no one hears my silent prayer
I knock and yet remain unseen
For I am dead, for I am dead

I’m only seven although I died
In Hiroshima long ago
I’m seven now as I was then
When children die they do not grow

My hair was scorched by swirling fire
My eyes grew dim, my eyes grew blind
Death came and turned my bones to dust
And that was scattered by the wind

I need no fruit, I need no rice
I need no sweets nor even bread
I ask for nothing for myself
For I am dead, for I am dead

All that I ask is that for peace
You fight today, you fight today
So that the children of this world
May live and grow and laugh and play…

~ Nâzım Hikmet Ran (1902 – 1963)

 હું મૃત્યુ પામેલી છું

હું આપ સૌના બારણાં ખખડાવું છું
એક પછી એક દરવાજે ટકોરા મારું છું
પણ કોઈ મારી મૂક પ્રાર્થના સાંભળતું નથી
કોઈ મને જોઈ શકતું નથી.
કેમ કે હું મૃત્યુ પામેલી છું, મૃત્યુ પામેલી છું !!

મરેલાંને કોણ જોઈ શકે ?
હું મરી હિરોશીમાના બોમ્બમારામાં 
એ વખતે હું સાત વર્ષની હતી
અને આજેય હું સાત વર્ષની જ છું.
મરેલાં બાળક મોટાં થતાં નથી

પહેલાં મારા વાળ ભડભડ સળગી ગયા
પછી મારી આંખો બળી,
મને દેખાતું બંધ થયું.
મારા હાડકાં સળગીને રાખ થયાં
અને તેજ હવામાં એ રાખ ઊડી ગઈ

મને ફળો કે ભોજન નથી જોઈતું
કે નથી જોઈતી મીઠાઇ
હું મારા માટે કંઇ માગતી નથી
કેમ કે હું મૃત્યુ પામેલી છું, મૃત્યુ પામેલી છું !!

હું માંગુ છું માત્ર શાંતિ
તમે લડો, તમે લડો
શાંતિ માટે 
જેથી આ વિશ્વના બાળકો
શાંતિથી જીવી શકે, હસી શકે અને રમી શકે…….

~ ટર્કીશ કવિ Nâzım Hikmet Ran

ભાવાનુવાદ : લતા હિરાણી

પ્રકાશિત > શબ્દસર > ડિસેમ્બર 2023

OP 28.10.2022

છબીલભાઈ ત્રિવેદી : 04-03-2022 : આપના દ્નારા
કરવામા આવેલ ભાવાનુવાદ ખુબ સુંદર અંગ્રેજી ભાષામાં લખાયેલુ કાવ્ય ગુજરાતી ભાષા નુ
હોય તેટલો સહજ ભાવાનુવાદ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Smita Shah : 11-07-2022 : ખૂબ સુંદર અનુવાદ. અતિ સંવેદનશીલ કાવ્યની
કાયાપલટ એ પણ માતૃભાષામાં એ પણ એટલી જ સંવેદનશીલ છે. અભિનંદન લતાબેન.

જો કે બધા જ કાવ્યોના અનુવાદ સુંદર છે. Robert Frost અને William
Blakeના સુંદર કાવ્યોની પસંદગી. સાયકો મારે ગુલાબનો છોડ સાંભળવાની બહુ મજા આવી. એ
સિવાય અનુવાદ વિભાગનું જ વાંચન કર્યું .

પ્રફુલ્લ પંડ્યા : 04-03-2022 : ટર્કિશ કવિશ્રી
નઝીમ હિકમત રાનની બળબળતી યુધ્ધ કવિતાનો હૈયું હચમચાવતો ફળફળતો અનુવાદ સંવેદનાને
દઝાડી ગયો ! કવિશ્રી અને અનુવાદક શ્રી લતાબેનને સલામ !

પ્રફુલ્લ પંડ્યા

Varij Luhar : 04-03-2022 : ખૂબ જ હ્રદય સ્પર્શી કાવ્ય નો સુંદર
આસ્વાદ

4 Responses

  1. સુંદર ભાવાનુવાદ અભિનંદન લતાબેન

  2. 'સાજ' મેવાડા says:

    આવા યુધ્ધ કાવ્યોની વેદના બાળકના મુખે, આપણે પણ દાઝી જઈએ. સરસ ભાવાનુવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: