મધુકાન્ત કલ્પિત ~ આજ હથેળી વચ્ચે & ખળખળખળ * Madhukant Kalpit

ગતિપર્વ

આજ હથેળી વચ્ચે ભડકો થઈને બેઠી જાત.

ટેરવે

તગતગતો એક શબ્દ ફૂંફાડા મારે.

કેટલી સદીઓથી

અંધારપછેડો ઓઢી સૂતાં

લોહી

કિનારા તોડી ફોડી

આંગળીયો પર પલાણ માંડી

થબરક થબરક

પંડ ઘૂઘવતાં ચાલ્યાં.

~ મધુકાન્ત કલ્પિત

પીડાની કવિતા ભડકો થઈને ઊગે ….

સભાનતા

ખળખળખળ મારામાં વહેતી સભાનતા.

ધબકારે બેઠા છે ધ્રાસકા,

ને આંખોમાં અપંગ એક શમણું,

કાળો છમ્મ જનમારો વેઠેલી જાત

હવે થાકીને જુએ ઉગમણું,

ઉત્સવની જેમ મને ઉજવી શકાય નહિ

એવું રખેને કોઈ માનતા.

શેઢેથી લીલાછમ્મ આવે સંદેશ

મને માણસ કહેને, સારું લાગે !

અહિયાં તો માણસનું સપનું પણ પથ્થર થઇ

આંખોમાં અણિયાળું વાગે.

છાતીની ખીણ વચ્ચે ફાનસ પેટાવીને

રઝળે છે મૂંગી એક વારતા…

~ મધુકાન્ત કલ્પિત

‘મને માણસ કહે ને!’ સાંભળવુંયે કેટલું વેદનાપૂર્ણ છે!

2 Responses

  1. બન્ને રચનાઓ ખુબ ગમી

  2. 'સાજ' મેવાડા says:

    વાહ, બંને રચનાઓ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: