લે ઝૂલ
એક છોકરાએ સીટ્ટીનો હિંચકો બનાવી
એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે
સીધી લીટીનો સાવ છોકરો ને
પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ….
છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે
બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં
રોજરોજ ચીતરતો ફૂલ.
~ રમેશ પારેખ
રમેશોત્સવ

ગીત કવિ ર.પા. ની કાવ્ય રચનાઓ નોંખી હોય છે.
ર.પા. એ ર.પા. !