પરબતકુમાર નાયી ~ વેળ વીતે અને * Parbatkumar Nayi
વેળ વીતે
રેત-શીશીમાં સતત રેતી સરે ને વેળ વીતે.
ફૂલ જૂની યાદનાં ખીલે-ખરે ને વેળ વીતે.
લાખ દીવા ઝળહળે છે આજ અહીં મારા ઘરે, પણ
તારી મેડીનો ‘એ’ દીવો સાંભરે ને વેળ વીતે.
એક ડોસો બાંકડા પાસે, બગીચે, સાંજ ટાણે,
પીળાં પીળાં પાન મુઠ્ઠીમાં ભરે ને વેળ વીતે.
જીર્ણ થાતા ઓરડામાં એક ડોશી ઊઠી બેસી,
ભીંતે થાપા કંકુના જોયા કરે ને વેળ વિતે.
પૈડું સીંચી, આંખ લૂછી, દ્વાર પાસે, મોભ બેસે,
વેલડામાં ડૂસકાં આછાં તરે ને વેળ વીતે.
~ પરબતકુમાર નાયી ‘દર્દ’
નવા કવિઓમાં જેની કવિતામાં નવ્ય કલ્પનો, નવ્ય મંથનો તરત ઊડીને આંખે વળગે છે એવા કવિ….
તું મને મળજે
વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે,
ચરણને થાક લાગે એ સમયમાં તું મને મળજે !
કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો,
જગતના કો’ક ખૂણે ટમટમીને ધૂળમાં ભળજે !
ચમનમાં રોજ ફરનારા, તને એક વાત કહેવી છે,
ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીસ સાંભળજે !
શરત એક જ છે દુનિયાની: અહીં જીવંત દેખાવું.
ભલે અંતિમ દશા આવે છતાં, પણ સ્હેજ સળવળજે !
નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ,
લખે તારી કથા તો હાંસિયામાં ક્યાંક સાંકળજે !
~ પરબતકુમાર નાયી ‘દર્દ’
‘જગતના કો’ક ખૂણે ટમટમીને ધૂળમાં ભળજે !’ – જુઓ વાત જૂની પણ એને કહેવાનો અંદાજે બયાં ઓર
ખૂબ ખૂબ ખૂબ આભાર આદરણીય લતાબેન
આનંદ આનંદ
હવે ઉપનામ ન લખવું એ નક્કી કર્યું છે
વાહ, જરા હટકે, વૃદ્ધ અને વિરહ સંવેદના ઝીલાઈ છે.
આભાર
વાહ ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
આભાર
પરબત ભાઈની કલમ એ ગુજરાતી કવિતાની ઉજળી આવતીકાલ છે.
ખૂબ ખૂબ અભિનંદન. 🌹
આભાર
બન્ને ગઝલ સંવેદનશીલ છે.
આભાર
વાહ ખૂબ સરસ
આભાર
બંને રચનાઓ આસ્વાદ્ય છે. અભિનંદન.
આભારઆભાર
ખૂબ જ ઉત્તમ ગઝલ
આભાર
વાહ રે વાહ કવિ રાજ
આભાર
ખુબ સરસ ગઝલ ખુબ પ્રગતિ કરો એવી શુભેચ્છા
ખૂબ ખૂબ અભિનંદન સર…….. બંને ગઝલ ખૂબ સંવેદનશીલ છે.✨
ખૂબ ખૂબ અભિનંદન સર…….. બંને ગઝલ ખૂબ સંવેદનશીલ છે.✨
Really… Good
વાહ પરબતભાઇ….
આનંદ
વાહ પરબત ભાઈ યુવા કવિ તરીકે ખૂબ નામના મેળવી છે અને હજુ વધુ નામના મેળવો એવી માં મોગલ નાં ચરણો માં દિલ થી પ્રાર્થના…..
ખૂબ ખૂબ અભિનંદન, પરબતભાઈ… બંને લાજવાબ ગઝલ!
વાહ!વાહ!કવિરાજ….ખુબજ સુંદર રચના…મજા આવી ગઈ.. હૃદયસ્પર્શી ગઝલ…
અતિ સુંદર
વાહ કવિરાજ વાહ ખુબ સુંદર હૃદસ્પર્શી રચના
ખુબજ સુંદર રચનાઓ…વાહ! કવિરાજ ની કલમ ને સલામ…જૂની યાદો આવી ગઈ….
વાહ ખુબ સરસ કાવ્યો
આપના કાવ્યોથી વિતેલા દિવસોની મિઠુડી યાદ આવી ગઈ….
ખૂબ જ સુંદર ને લયબદ્ધ કવિતા. પઠન કરવાની મજા આવી જાય ને રોમે રોમ સ્પંદન થાય, એવું ભાવવાહી ગીત. અભિનંદન …..
વાહ,કવિ.
નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ,
લખે તારી કથા તો હાંસિયામાં ક્યાંક સાંકળજે !
વાહ પરબતભાઇ, હૃદય સ્પર્શી લીધું. ❤️
વાહ ખૂબ સરસ
સંવેદનશીલ
ખુબ સરસ બંને ગઝલ . ભીંત પરના થાપા જોતી ડોશી ! કઈ કેટલીયે વાત નજર સમક્ષ લઇ આવે છે પરબત ભાઈ અભિનંદન
Sundar
ખુબ સરસ
આપના કાવ્યથી વિતેલા દિવસોની મીઠુડી યાદ આવી ગઈ….
ખુબ ખુબ અભિનંદન… પરબતભાઈ
તળપદી અને ગામઠી શબ્દોના સુમેળ સાથે આધુનિકતાના ઓપ સાથેની આપની કવીતાઓ હ્રદયસ્પશી જાય છે.
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
સરસ