પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’ ~ ક્ષણોની સપ્તપદી (કાવ્યસંગ્રહ)

શબ્દ મારા ટળવળે છે હોઠ પર એના સતત
મૌનને ઢંઢોળતા થોડો સમય તો લાગશે.***

ભીતરે ફંફોસ ત્યાં મળશે ઘણું
ને પછી ખુદની ગીતા કુરાન લખ.***

તું જ તો સમજી શકે છે પીડાને
નાડ પકડી દર્દનું નિદાન લખ.***

ના નથી રહેતા કદી પણ વાંઝિયા મારા વિચારો
ઓરડે એકાંત ખૂણામાં વસેલી ખિન્નતા છું.***

સૂર્યના ઊગતાં જ તારું હોડ માંડી દોડવું
ત્રાસ લાગે છે હવે તો, ઉફ! આ તરાઈ વ્યસ્તતા.***

હર ક્ષણે ધબકે હૃદય ને
હર ગઝલ ક્ષણની સફર છે.***

સ્પર્શની ભાષા પૂછે છે કાગળો
તું કલમમાં શબ્દ વાવે તો કહું.***

~ પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’

‘કાવ્યવિશ્વ’ને ‘ક્ષણોની સપ્તપદી’ ગઝલસંગ્રહ મોકલવા બદલ આભાર.

‘ક્ષણોની સપ્તપદી’ * પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’ * સાહિત્ય સંગમ 2023

6 thoughts on “પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’ ~ ક્ષણોની સપ્તપદી (કાવ્યસંગ્રહ)”

  1. અર્જુનસિંહ કે રાઉલજી

    વાહ વાહ હાર્દિક અભિનંદન પૂર્ણિમાબેન .લતાબેનને પણ હાર્દિક અભિનંદન કાવ્ય વિશ્વનો વ્યાપ અને લોકપ્રિયતા પ્રતિદિન વધતી જાય છે

  2. 'સાજ' મેવાડા

    કવિયત્રી ને અભિનંદન, સરસ શેર ચયન

  3. Poornima bhatt

    ખૂબ ખૂબ આભાર… લતાબેન..
    તેમ જ સૌ મિત્રોનો પણ હાર્દિક આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *