મીરાંબાઈ – કાનુડો શું જાણે

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે

જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો

વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લા
સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો

હું વેરાગણ કા’ના, તમારા નામની રે,
કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે- કાનુડો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
કાનુડે બાળીને કીધાં ખાખ, કે ઉડી ખરરરર રે- કાનુડો……

~ મીરાંબાઈ

OP 9.10.2020

કિશોર વ્યાસ

19-10-2020

કાવ્ય વિશ્વ માં પ્રવેશનો રોમાંચ અનુભવાય એવું ઘણું બધું છે… અભિનંદન… સસ્તી લોકપ્રિયતા તરફ ધસી ન જવાની તૈયારી રાખવી પડશે… હાલ તો બધું આનંદ પ્રદ…શુભેચ્છાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: