ઉમાશંકર જોશી ~ ગાણું અધૂરું * Umashankar Joshi
ગાણું અધૂરું
ગાણું અધૂરું મેલ મા, ‘લ્યા વાલમા,
ગાણું અધૂરું મેલ મા.
હૈયે આયેલું પાછું ઠેલ મા,‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
ગાણું અધૂરું….
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા, ‘લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા.
ગાણું અધૂરું…..
ઓરાં બોલાવી ધકેલ મા, ‘લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા.
ગાણું અધૂરું….
છાતીથી છેટાં મેલ મા, ‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.
અરધે અધૂરું મેલ મા, ‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
ગાણું અધૂરું મેલ મા.
~ ઉમાશંકર જોશી
સરસ કાવ્ય ખુબ ગમ્યુ