આદિલ મન્સૂરી ~ તારા નામમાં

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં

વીજળી ઝબકી ને વાદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઇ શ્યામમાં

આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ લાગે ક્યાંથી કોઇ કામમાં

રોમેરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે આ તારા નામમાં

ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઇ કાચા ઠામમાં..

~ આદિલ મન્સુરી

6 thoughts on “આદિલ મન્સૂરી ~ તારા નામમાં”

  1. વાહ ખુબ સરસ રચના અભિનંદન કાવ્ય વિશ્વ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *