મનોજ ખંડેરિયા ~ દરવાજો ખોલ * Manoj Khanderiya

કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
આ મરવું ઝાકળ જેવું છે દરવાજો ખોલ

બ્હાર પવન સૂસવાતો એમાં ઊડી જશે
આ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ

આ ખુલ્લા આકાશ તળે બે શ્વાસ ભરી લે
ઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ

તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?
કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વર્ષોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ

~ મનોજ ખંડેરિયા

5 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    દરવાજો ખોલ-આ બે શબ્દપ્રયોગથી કેટલા બધા વિશિષ્ટ વિહાર! સમર્થ સર્જકની સમૃદ્ધ કૃતિ

  2. Varij Luhar says:

    કવિશ્રી મનોજ ખંડેરિયાની શબ્દ ચેતનાને વંદન

  3. કવિ શ્રી મનોજ ખંઢેરીયા ની ચેતના ને પ્રણામ ખુબ જાણીતી રચના ખુબ ગમી અભિનંદન

  4. લલિત ત્રિવેદી says:

    આદરણીય ઋજુ કવિ શ્રી મનોજ ખંડેરિયા ની એક અદ્ભુત ગઝલ

  5. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સુંદર ગઝલ, આધ્યાત્મિક અનુભવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: